
આણંદ મનપાની આરોગ્ય વિભાગ દ્વારા ગંદકી રાખતી હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં આણંદમાં આવેલ સિટી પોઈન્ટ હોટલના મનપાએ સીલ મારીને કાર્યવાહી કરી. અગાઉ પણ વિદ્યાનગરની ત્રણ હોટલોને મનપા દ્વારા સીલ મારવામાં આવ્યા હતા.
આણંદમાં ગરાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી સિટીપોઇન્ટ હોટેલ પર મનપાની મોટી કાર્યવાહી. હોટેલના રસોડામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા હોટેલને મનપાએ સીલ માર્યું. સીટી પોઇન્ટ હોટેલમાં અનહદ વંદા અને જીવાત જોવા મળ્યા હતા. હોટેલના ફ્રિજમાં એક્સપાયરી ડેટવાળો આઈસ્ક્રીમ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી. આ અગાઉ પણ વિદ્યાનગરની ત્રણ હોટલોને મનપા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.