
Anand news: આણંદ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે પવનને લીધે તારાપુર-ખંભાર રોડ પર આવેલા ખાનગી મિલને શેડ ઉડી ગયો હતો. જેથી ચોખા પલળી ગયા હતા. જેના લીધે મિલ સંચાલકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવનને લીધે પંથકમાં ઘણા સ્થળે વૃક્ષો પડવાની ઘટના સામે આવી હતી.
મળતી વિગતો અનુસાર, આણંદ જિલ્લામાં ગત રોજ ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદમાં વૃક્ષો સહિત પંથકમાં આવેલા તારાપુર સહિતના વિસ્તારમાં વીજ પોલ અને અન્ય નુકસાન થયું હતું. તારાપુર-ખંભાત રોડ પર આવેલા શ્રી મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ રાઈસ મિલનો સેડ ઉડી ગયો હતો. જેથી વરસાદી પાણીમાં ચોખા પલળી જવાથી નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અગાઉ પણ વરસાદને લીધે એક રાઈસ મિલનો આખો શેડ ઉડી ગયો હતો.