
આણંદ જિલ્લાના સોજીત્રાની નકલી Dy.SP નિશા સલીમ વહોરા સામે સોજીત્રા પોલીસ મથકમાં આખરે ગુનો નોંધાયો છે. નિશા સલીમ વહોરાએ GPSC રેન્ક-1માં પરીક્ષા પાસ કરી હોવાનું જણાવી પ્રસિદ્ધિ મેળવી હતી અને પોતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં Dy.SP તરીકે નિમણૂંક પામી હોવાની પણ પ્રસિદ્ધિ કરી હતી. સરદાર પટેલ યુનિવર્સીટી દ્વારા પણ તેને અભિનંદન પાઠવાયા હતા.
GPSCની એકેય પરીક્ષાના રિઝલ્ટમાં નામ નથી
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો પોતાના X પ્લેટફોર્મ પર દાવો કર્યો છે કે GPSCની પરીક્ષાના 5 વર્ષના રિઝલ્ટ તપસ્યા પણ આબેનનો કોઈ રેકોર્ડ મળ્યો નથી. નિશા સલીમ વહોરા નામની યુવતીનું નામ પણ એકેય રિઝલ્ટમાં નથી. આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચથી લઈને સોજીત્રા સુધીની તાપસમાં ક્યાંય નિશા વહોરા નોકરી કરતી હોવાનું સામે આવ્યું નથી.
નિશા વહોરાનું સન્માન સોજીત્રાના ધારાસભ્ય અને મુખ્યમંત્રી પણ કરી ચુક્યા છે. આ ઉપરાંત સમાજના કાર્યક્રમોમાં પણ નિશા વહોરાનું Dy.SPની પોસ્ટ મળવાથી સન્માન કરવામાં આવ્યું હતું.
સોજીત્રા પોલીસ મથકે નોંધાયો ગુનો
આખરે પોતાને Dy.SP તરીકે ઓળખાવતા સોજીત્રાની નિશાસલીમભાઈ વ્હોરા વિરુદ્ધ સોજીત્રા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોતે Dy.SPના હોદ્દા પર નહીં હોવા છતાં પોતાને ઉચ્ચ અધિકારી ગણાવતા હવા બાબતે અને પોતે સરકારી અધિકારી હોવા બાબતનો પ્રચાર કરવા અને મલિન ઇરાદાપૂર્વક જાહેરમાં સન્માન કરાવવા બાબતે ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે આણંદ એલસીબીની ટીમ તપાસ કરી રહી છે.