આણંદના ચિખોદરા ગામમાં લાકડાના પીઠામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આણંદ મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. .આગ ક્યા કારણોસર લાગી એ હાલ જાણી શકાયું નથી. આગ પર કાબુ મેળવવા માટે 5 ફાયર ફાઈટરનો ઉપયોગ કરાયો હતો. આગની ઘટનામાં લાકડાનું પીઠું બળીને ખાખ થઈ ગયું છે.