
ગુજરાત શહેરના નડિયાદનો બહુ ચર્ચિત લવ જેહાદના મામલે આરોપી માસુમ મહિડા પર વધુ એક મહિલાની પજવણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, નડિયાદના ઈડન ગાર્ડનમાં વસવાટ કરતો કુખ્યાત માસૂમ મહિડાએ વધુ એક હિન્દુ મહિલાને ટાર્ગેટ કરી હતી. નડિયાદની મહિલાનો પતિ દેવામાં ડૂબ્યો હોવાની વાત કરીને તેને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો.
મહિલાને બદનામ કરવાની ધમકી આપી
મહિલાને પોતાના તાબે કરવા માટે વિવિધ પેંતરા પણ કરી રહ્યો હતો. બીજી તરફ સહાનુભૂતિ મેળવી મહિલાને પોતાની કારમાં બેસાડીને સેલ્ફી પણ ખેંચી હતી.
હું તારા પતિ અને બાળકોને પતાવી દઈશ
થોડાક દિવસો પહેલા આ પરણિતાને બળજબરીથી બેસાડીને દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે મહિલાએ બૂમરાણ મચાવતા તેનો જીવ બચ્યો હતો. શખ્સતેને નડિયાદના મિશન રોડ પર ઉતારીને ફરાર થઈ ગયો હતો. મહિલાને બદનામ કરવાની અને પતિની હત્યાની અને બાળકોને અકસ્માતમાં પતાવી દેવાની ધમકી પણ આપી હતી.