ઉનાળાના ધખધમતા તડકામાં ઠંડા પીણા પીતા પહેલા ચેતજો. આણંદમાં ઠંડા પીનાની બોટલ ખરીદનાર ગ્રાહકને કડવો અનુભવ થયો. ગ્રાહકે ખરીદેલી સીલ પેક બોટલમાં દેખાઈ જીવાત.
આણંદમાં ગ્રાહકને ઠંડા પીણાની બોટલ ખરીદતા કડવો અનુભવ થયો હતો. ઠંડા પીણાની સીલ પેક બોટલમાં ગ્રાહકને જીવાત દેખાય. આણંદના નાપા તળપદમાં મેન્યુફેક્ચરિંગ થતી ઠંડા પીણાની બોટલમાંથી જીવાત નીકળી હતી. ગ્રાહકે બોટલનો વીડિયો બનાવી નાગરિકોને અપીલ કરી. કહ્યું, "બાળકોને ગરમીમાં ઠંડા પીણા પીવડાવતા પહેલા ચકાસી લેજો એક વખત". જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા પામ્યો છે.