સરદાર પટેલ યુનિવર્સિટીમાં રાજદીપ ચેટરજીના લાઇવ કોન્સર્ટને લઈને ઉઠેલા વિવાદ છેડાયો છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં નારાજગી પેદા કરી છે. આરોપ છે કે, કોન્સર્ટ દરમિયાન ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન થયું હતું. ખાસ કરીને સુપ્રીમ કોર્ટના રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરના ઉપયોગ પરના પ્રતિબંધની અવગણના કરવામાં આવી હતી. આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલ લાઈવ કોન્સર્ટ મુદ્દે હાર્ટ પેશન્ટ ડૉ. પરેશ બુચે ફરિયાદ નોંધાવી હતી.
આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલ કોન્સર્ટમાં ધ્વનિ પ્રદુષણ મુદ્દે પોતાની ફરિયાદ પોલીસને જણાવી, પરંતુ કોઈ પગલાં ન લેવાતાં તેઓ સાઉન્ડ ડેસિબલ મશીન સાથે ઇવેન્ટ સ્થળે પહોંચ્યા હતા. વાઇસ ચાન્સેલર નિરંજન પટેલે આ મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ ન આપતાં ચુપ્પી સાધી, જેનાથી લોકોમાં વધુ અસંતોષ ફેલાયો.