આણંદ જિલ્લામાં આંકલાવની સંદિપ પટેલની શ્રીહોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોતના આક્ષેપો સાથે પરિવારનો હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. બોરસદના કસુંબાડ ગામની 27 વર્ષીય મહિલાના મોતથી પરિવારરજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. કિર્યટન કરાવ્યા બાદ મહિલાની તબિયત નાજુક હોવા છતાં રજા આપી ઘરે મોકલી દેવામાં આવી હતી. પરંતુ ઘરે ગયા બાદ મહિલાની તબીયત વધુ લથડી હતી.
મૃતદેહ સ્વીકારવાની ના પાડી
કસુંબાડની મહિલાની કિર્યટન બાદ તબિયત બગડતાં ફરીથી પરિવાર દ્વારા તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. પરંતુ હોસ્પિટલ પહોંચી ત્યારે હાજર તબીબે મહિલાને મૃત જાહેર કરતા પરિવારે બબાલ કરી હતી. મોડી રાત સુધી હોસ્પિટલમાં પરિવારના ટોળાઓએ હોબાળો મચાવી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. ડોક્ટરની કેબિનમાં ઘૂસી જઈને હોહા મચાવ્યો હતો. સાથે ડંડો લઈ ગયા હતા.
પરિવારના સભ્યને ડંડાથી માર માર્યો હોવાનો આક્ષેપ
સમગ્ર બાબતે આંકલાવ પોલીસને જાણ કરતા આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિવારને સમજાવ્યા બાદ પરીવારે મૃતદેહ સ્વીકારી પોસ્ટમોર્ટમ કરાવવા મોકલી આપ્યો. પરિવાર ડોક્ટરને તેમની કેબિનમાં કારણ પૂછવા જતા ડોક્ટરે પરિવારના સભ્યને ડંડાથી માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો.