ગુજરાતમાં ઠેર - ઠેર રસ્તાઓની હાલત બિસ્માર છે, વિકાસના નામે કાંઈ કામ જ કર્યું નથી, ત્યારે આણંદના ભાલેજ રોડની બિસ્માર હાલતને કારણે ટ્રકે પલટી મારી છે, જેનો વીડિયો વાયરલ થયો છે. હાલ ઓવરબ્રિજનું કામ શરૂ હોવાથી સાઈડમાં સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે ,જે ભયજનક છે. બિસ્માર રસ્તાના કારણે આજે આણંદથી ઉમરેઠ તરફ જતી ટ્રકે પલટી મારી છે. તંત્રના પાપે રસ્તાઓની હાલત બિસ્માર છે, વાહનચાલકોને હાલાકીઓને સામાનો કરી રહ્યાં છે. ત્યારે તંત્ર ક્યારે કામગીરી પૂર્ણ કરશે તે એક સવાલ છે