Home / Gujarat / Anand : VIDEO: High speed driving and video streaming became era, two youth from Ahmedabad lost their lives

VIDEO: 140 કિમીની સ્પીડથી ગાડી ચલાવી બનાવી Reels, અકસ્માત થતા બે લોકોના મોત

 આજકાલના એવા ઘણાં યુવાનો છે, જેમને ઝડપથી પ્રસિદ્ધ થઈ જવું છે. એના માટે તેઓ ગમે તે હદ વટાવવા તૈયાર રહે છે. સોશિયલ મીડિયાના આ દોરમાં ઘણાં લોકો પ્રસિદ્ધી મેળવવાના ચક્કરમાં અનેકવાર મોતના મૂખમાં પણ ધકેલાય છે. તાજેતરનો મામલો પણ આપણા ગુજરાતનો જ છે. ગુજરાતના યુવકો આવી જ પ્રસિદ્ધી મેળવવાની લ્હાયમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

22થી 27 વર્ષની વય વચ્ચેના લગભગ પાંચ યુવાનો અમદાવાદથી મુંબઈ જવા ઉપડ્યાં હતાં. આ લોકો એક કારમાં નીકળ્યા હતા. તેમણે પોતાની આ યાત્રાને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરવાનું નક્કી કર્યું હતું. જોકે આ પાંચેય યુવાઓમાંથી બે યુવાનોએ જીવ ગુમાવ્યો અને અન્ય ઘાયલ થયા છે, પરંતુ તેમનો વીડિયો હજુ જીવંત છે. 

વીડિયો સામે આવતા બધા હચમચી ગયા

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સંભળાય છે. બે યુવકો તેમની ઓડિયન્સને હેલ્લો બોલી શરૂઆત કરે છે. તેમાંથી ઘણાં લોકો લાઈવ સ્ટ્રીમની મજા માણી રહ્યા હતા. આ વીડિયો મોબાઈલની ટોર્ચના અજવાળામાં જ ઉતારવામાં આવી રહ્યો હતો.

કેમેરામાં કારમાં હાજર બધા લોકોને દર્શાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન બધામાંથી એક કહે છે કે અરે કારનો સ્પીડોમીટર તો જુઓ, ગાડી આપણી 140 કિ.મી. પ્રતિકલાકની ઝડપે દોડી રહી છે. ડ્રાઈવર ઝડપથી એક પછી એક કારને ઓવરટેક કરતો જઈ રહ્યો હતો. આ તમામ યુવાનોમાંથી એક યુવક એમ પણ કહે  છે કે વધુ એક કારને આ રીતે ઓવરટેક કરીને પાછળ પાડી દઈએ.  આ દરમિયાન જ અચાનક અકસ્માત સર્જાય છે,  કોઈ એકનો અવાજ આવ્યો કે અરે જો જે. એટલામાં તો ધડાકાભેર કારની ઝાડ સાથે ટક્કર થાય છે.

ઘટના ક્યારે બની હતી? 

આ ઘટના 2 મેના રોજ 3:30 વાગ્યાથી 4:30 વાગ્યાના સુમારે વહેલી સવારે બની હતી. આ ઘટનામાં અમન મહેબૂબ શેખ અને ચિરાગકુમાર કે.પટેલ નામના બે યુવાનોએ જીવ ગુમાવ્યો. કારમાં સવાર તમામ યુવાનો અમદાવાદના જ હતા. જેમને ગંભીર ઈજાઓ થઇ અને હાલમાં પણ તેમની સારવાર ચાલી રહી છે. માહિતી અનુસાર અડાસમાં આ કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. અમદાવાદથી અડાસ લગભગ 100 કિ.મી. જેટલું દૂર છે. કારના ડ્રાઈવર મુસ્તફા ઉર્ફે શાહદાબ ખાન પઠાણ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Related News

Icon