Home / Gujarat : Anti drug campaign in Gujarat by Gujarat ATS

ગુજરાત ATSએ છેલ્લા 3 મહિનામાં ડ્રગ્સના મોટા 4 કેસો કર્યા, વર્ષ 2024માં 2 કરોડ 49 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું

ગુજરાત ATSએ  છેલ્લા 3 મહિનામાં ડ્રગ્સના મોટા 4 કેસો કર્યા, વર્ષ 2024માં 2 કરોડ 49 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું

Anti drug campaign in Gujarat : અમદાવાદ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી 'એન્ટી ડ્રગ કેમ્પઈન' અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા ડ્રગ્સના દુષણને ડામવા આરપારની લડાઈ લડવા ગૃહ વિભાગને નિર્દેશ આપ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મંત્રી હર્ષ સંઘવીએ હાકલ કરી કે, સંતો-મહંતો નેતાઓ-અભિનેતાઓ, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકોએ 'એક પરિવાર' બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપે. ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે. એમ તેમણે ઉમેર્યું હતું. 

તેમણે ઉમેર્યું કે, ડ્રગ્સ સામે ઘૂંટણીયા ટેકવીને વિશ્વના અનેક દેશોએ તેને કાયદેસર કર્યું છે. ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા અને નાર્કોટેરેરીઝમને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યા છે. કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેકગણા વધુ રૂપિયા કમાવી આપતો વેપાર છે. પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા તત્પર છે. જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે. આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીની ગુજરાતમાં અમલવારી થઈ રહી છે.

રાજ્યપોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ એકટ અંગે જે પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચે અને જાગૃતતા વધે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કેફી દ્રવ્યોના દુષણને ડામવા કટિબદ્ધ છે. જેની પ્રતીતિ મીડિયાના માધ્યમથી લોકોને થવી જોઈએ. 

આજે મીડિયાનું મહત્વ વધ્યું છે ત્યારે કેફી દ્રવ્યો સામેની લડાઈમાં લોક સહયોગ મળે તે જરૂરી છે. સાથોસાથ કેફી દ્રવ્યોના દુષણને ડામવા માટે ગ્લોબલ ટ્રેન્ડ પણ ધ્યાનમાં રખાયો છે.

આ ઉપરાંત ડ્રગ્સના વિવિધ પ્રકારો, ડ્રગ્સ સપ્લાય ચેઇન, વિવિધ દેશોમાં નેટવર્ક તેમજ ભારતના બંધારણના ડ્રગ્સ વિરોધી કાયદાઓ વિષયક માહિતીસભર પ્રેઝન્ટેશન આપ્યું હતું. 

આ ઉપરાંત આજના પ્રસંગે ગુજરાત એટીએસના વડા દીપેન ભદ્રન તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રેઝન્ટેશન આપી પોલીસની ડ્રગ્સ વિરોધી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. 

ગુજરાત ATS દ્વારા છેલ્લા 3 મહિનામાં મોટા 4 કેસો કર્યા

પહેલો કેસ
60 કિલો ડ્રગ 420 કરોડ કિંમત
6 પાકિસ્તાનીઓ ની ધરપકડ
તપાસ: ATS GUJARAT, ICG એન NCB 

બીજો કેસ
ડ્રગ બનાવતી ફેક્ટરી પકડી હતી
149 કિલો મેફેડ્રોન 300 કરોડ કિંમત
13 ભારતીયો ની ધરપકડ
તપાસ: ATS અને NCB 

ત્રીજો કેસ
86 KILO- 62 કિલો હિરોઈન અને 24 કિલો મેફેડ્રોન ડ્રગ
602 કરોડ કિંમત
14 પાકિસ્તાનની ધરપકડ
તપાસ: ATS, ICG અને NCB દિલ્હી

ચોથો કેસ
173 કિલો હશીશ
60.5 કરોડ કિંમત
6 ભારતીયની ધરપકડ
તપાસ: ATS અને ICG

વર્ષ 2023 દરમિયાન કરેલી કામગીરી
NDPSના 42 કેસો કરવામાં આવ્યા
78 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
કુલ 381.695 કિલો ડ્રગ પકડ્યું
17,59,18,367 રૂપિયાનું ડ્રગ પકડાયું

વર્ષ 2024 દરમિયાન કરેલી કામગીરી
કુલ 25 કેસ કરવામાં આવ્યા
60 આરોપીની ધરપકડ
57.502 કિલો ડ્રગ 
2 કરોડ 49 લાખની કિંમત

એન્ટી ડ્રગ કેમ્પઈન

અત્યાર સુધી 2229 જેટલા ડ્રગ અવેરાનેશ કાર્યક્રમ કરવામાં આવ્યા
22,30,546 લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો
3,79,736 લોકોએ ડ્રગ અવેરનેશ અંગે પ્રમોશન કર્યું
વર્ષ 2021થી 2024 સુધીમાં કુલ 1786 કેસ થયા
2607 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
87,605.49 કિલો ડ્રગ પકડવામાં આવ્યું
9676 કરોડ રૂપિયાનું ડ્રગ કબજે કર્યું
ચાલુ વર્ષે ગુજરાતમાં કુલ 129 કેસ કરવામાં આવ્યા
કુલ 28 ક્વોલિટી કેસ કરવામાં આવ્યા
206 આરોપીઓની ધરાપકડ કરવામાં આવી
222 કરોડ 14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

 

 

 

 

 

Related News

Icon