
Aravali news: અરવલ્લી જિલ્લાના સોસીયલ મીડિયા ગૃમાં એક હોટલ સંચાલક અને ટ્રાવેલ્સ સંચાલક વચ્ચેના સંવાદની ટેલિફોનિક ઓડિયો કલીપ વાયરલ થઈ છે.રાજકોટ થી લઈ રાજસ્થાન સુધી લક્ઝરી બસ ચલાવવા માટે,ટ્રાવેલ્સ સંચાલક વધુ લગેજ અને સેલટેક્ષ બચાવવા માટે સેટિંગ માટે સેટિંગ કરાવી આપતો રાજસ્થાનનો એક હોટલ સંચાલક સાથે વાત કરી રહ્યો હોવાની વાયરલ ઓડિયો ક્લિપે,ગુજરાતના આર.ટી.ઓ અને સેલટેક્ષના ભ્રષ્ટ અધિકારીઓ સામે સવાલો ઉભા કર્યા છે.
રાજકોટથી ચિલોડા, હિંમતનગર, શામળાજીથી લઈ રાજસ્થાન સુધીના સેટિંગનો સંવાદ સંભળાઈ રહ્યો છે. અહીં સવાલ એ છે કે,ગુજરાતના સેલટેક્ષ અને આર.ટી.ઓ વિભાગના કયા અધિકારીઓના ઈશારે આ મોટું સેટિંગ ચાલી રહ્યું છે. GSTVઆ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું,પરંતુ જો આ વાતમાં તથ્યને જાણવા તપાસ કરવામાં આવેતો સત્યતા બહાર આવી શકે છે.આ ઓડિયો ક્લિપ બાબતે GSTVએ અરવલ્લી જિલ્લાના એક સંબંધિત અધિકારી સાથે પણ વાત કરી હતી પરંતુ અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો.