
અરવલ્લી જિલ્લામાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. ધનસુરાના શિકા ચોકડી પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક પાછળ બીજી ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા
અકસ્માતને પગલે ધનસુરા-મોડાસા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.ડ્રાઇવર ટ્રકમાં ફસાઇ ગયો હતો જેને પાલિકાની ટીમે મહામહેનતે ડ્રાઇવરને બચાવ્યો હતો અને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવની જાણ થતા જ ધનસુરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.