અરવલ્લીના મોડાસામાં ધનસુરા બાયપાસ રોડ પર ટ્રકમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રોનિક વેસ્ટ ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ચાલુ ટ્રકના પાછળના ભાગમાં ધુમાડા દેખાતા ડ્રાઇવરે ટ્રક રોડની સાઇડમાં થોભાવીને ફાયર વિભાગને જાણ કરી હતી. ટ્રકમાં આગની જાણ થતા આસપાસથી લોકોના ટોળા એકઠા થયા હતા. આગની ઘટના અંગે મોડાસા પાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મોડાસા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. ટ્રકમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.