ઉનાળાના પ્રારંભે જ આગ લાગવાની ઘટનાઓ બનવા લાગી છે. મેઘરજના બેડઝ પાસે આવેલા ડુંગરમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ છે. છેલ્લા 12 કલાકથી લાગેલી ભીષણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ હજુ આગ કાબૂમાં આવી નથી. છેલ્લા 12 કલાકથી જંગલમાં આગ પ્રસરી છે છતાં વન વિભાગ આગની ઘટનાથી અજાણ છે.
જણાવી દઈએ કે અરવલ્લીના ડુંગરોમાં લાગેલી આગને ઓલવવા માટે સ્થાનિક બાળકો મહેનત કરી રહ્યા હોવાનો વિડિયો સામે આવ્યો છે. આગની ભીષણતાં જોતા આગ ઇન્દિરા નગર અને સર્કિટહાઉસ સુધી પહોંચવાની શકયતા છે. હાલમાં સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો કરાઈ રહ્યા છે