
મોડાસામાં રહેતા અને ગણેશપુર ગામે જમીન ધરાવતા એક ખેડૂત દ્વારા જરૂરી ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેનું પ્રમાણપત્ર મેળવવા અરજી કરાઈ હતી. પરંતુ આ પ્રમાણપત્ર માટે મોડાસા પ્રાન્ત કચેરીના એક અધિકારીએ ચા-પાણીના નાણાની માંગણી કરતાં અને ખેડૂતે આ વ્યવહાર નહી કરતાં તે આ અધિકારીએ ખેડૂતની દફતરે કરાઈ હોવાનો આરોપ આ ખેડૂત દ્વારા કરાતાં તંત્રમાં હડકંપ મચ્યો હતો.
પ્રમાણપત્ર માટે કચેરીના અધિકારીએ ચા-પાણીનો વ્યવહાર માંગ્યાનો ખેડૂતનો આક્ષેપ
મોડાસાના એક ખેડૂત પોપટભાઈ સોમાભાઈ પટેલે મોડાસા પ્રાન્ત કચેરીના એક અધિકારી દ્વારા ચા-પાણીનો વ્યવહાર કરવાની માંગ કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. મોડાસાની માણેકબાગ સોસાયટીમાં રહેતા અને ગણેશપુર ખાતે જમીન ધરાવતા પોપટભાઈ સોમાભાઈ પટેલ નામના ખેડૂત દ્વારા જરૂરી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા મોડાસાની પ્રાન્ત કચેરીમાં અરજી કરાઈ હતી. પરંતુ આ ખેડૂતની આ અરજીમાં નામમાં વિસંગતતાના મુદ્દે તા. ૧૪-૧૦-૨૦૨૪ ના રોજ દફતરે કરવાનો હુકમ કરી અરજી અંગે તંત્રને જણાઈ આવેલી વિસંગતતા માટે જરૂરી પૂર્ણતા કરવાની તક અપાયા વગર દફતરે કરાતાં આ ખેડૂતે ભારે હોબાળો મચાવ્યો હતો.
ખેડૂતે મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે આ કચેરીમાં શીરસ્તેદાર પદે ફરજ બજાવતા અધિકારી સંજયભાઈ પટેલે તેઓના વચોટીયા દ્વારા ચા-પાણીના ખર્ચાની માંગ કરાઈ હતી. પરંતુ મેં જરૂરી ફી ભરી અરજી કરી હોઈ અને હું સાચો હતો એટલે મેં કોઈ વ્યવહાર નહી કરતાં મારી અરજી મને પૂર્ણતા કરવાની યોગ્ય તક આપ્યા વગર દફતરે કરાઈ છે. આ પ્રકરણે આ ખેડૂત દ્વારા આ ભ્રષ્ટ અધિકારી સામે કડક કાર્યવાહી કરવા અને શોકોઝો નોટીસ આપી બરતરફ સુધીના પગલાં ભરવા ઉગ્ર માંગ ઉઠાવાઈ છે.
અધિકરીને શો કોઝ નોટીસ, અરજદાર પાસે પુનઃ અરજી મેળવવામાં આવશે - SDM
આ સમગ્ર પ્રકરણમાં મોડાસા પ્રાંત અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીણાએ જણાવ્યું કે આ મામલામાં શિરસ્તેદારને નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો હતો. જેમાં ખુલાસામાં ખેડૂતના નામમાં કેટલીક વિસંગતતા હતી. ખેડૂત દ્વારા પુનઃ એફિડેવિટ સાથે અરજી આપવામાં આવશે તો તુરંત હકારાત્મક કાર્ય કરાશે. ખેડૂતના આક્ષેપને તેમણે જણાવ્યું છે કે આ પ્રકરણમાં તપાસ પણ કરવાનું જણાવ્યું હતું.