ભિલોડા ખાતે આજે આદિવાસી સમાજની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા શિબિરમાં UCCનો વિરોધ કરવામાં આવ્યો હતો. શિબિરમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો આદિવાસી ઉપસ્થિત રહયા હતા. શિબિરમાં ચૈતર વસાવા દ્વારા UCCનો વિરોધ દર્શાવતા કહ્યું, "UCCની કમિટી ગેર બંધારણીય છે. યુસીસી લાગુ કરવાની સત્તા ગુજરાતમાં નથી." સાથે જ આદિવાસી સમાજનો બેકલોગ ભરવાની માગ કરતો ઠરાવ કરવામાં આવ્યો. નર્મદાનું પાણી આદિવાસી લોકોને મળે એવી માંગ પણ શિબિરમાં મૂકવામાં આવી. આદિવાસી સમાજ તરીકે ખોટા જાતિના પ્રમાણપત્રનો પણ વિરોધ કરવામાં આવ્યો.