VIDEO: અરવલ્લી જિલ્લામાંથી ભંગારની દુકાનમાંથી શિક્ષણ વિભાગે સરકારી પાઠ્યપુસ્તકનો જથ્થો પકડી પાડવામાં સફળતા મેળવી છે. માલપુરના એક ભંગારના વેપારીના ત્યાં, બાતમીના આધારે તપાસ કરતા 5000 સરકારી પાઠ્ય પુસ્તકનો મોટો જથ્થો મળી આવ્યો હતો. મહીસાગર જિલ્લાના ખાનપુર પંથકમાંથી ભંગારના વેપારીએ સરકારી પુસ્તકોનો જથ્થો ખરીદી કર્યો હોવાનું અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી નૈનેશકુમાર દવે જણાવ્યું કે, આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દેવામાં આવી છે અને રિપોર્ટ કરવામાં આવ્યો છે.