
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટોકરીયા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે, આ ગામમાં અજાણ્યા શખ્સોએ 11 વર્ષના બાળકની હત્યા કરી મૃતદેહ ખેતરમાં ફેંકી દીધો હતો.
પાલનપુર તાલુકાના ટોકરીયા ગામમાં અજાણ્યા શખ્સોએ મોહમદ શેરશિયા નામના 11 વર્ષના બાળકની ગળું કાપીને હત્યા કરી ટાકરવાડાની હદમાં આવેલા ખેતરમાં બાળકનો મૃતદેહ ફેંકી દીધો હતો.
ઘટનાની જાણ થતા મૃતદેહ મળી આવ્યો હતો એ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ડોગ સ્ક્વોડની મદદથી હત્યારાઓને ઝડપી પાડવા તાપસ શરૂ કરી છે.
11 વર્ષના આ બાળકની ફારૂક જમાલ નામના શખ્સે હત્યા કરી હોવાની વાત સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે, જો કે સાચી માહિતી પોલીસ તપાસ બાદ જ સામે આવશે.