બનાસકાંઠાના વાવ તાલુકાના ધરાધરા ગામે વીજ કરંટ લાગતા 3ના મોત નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર વહેલી સવારે પિતા જેઠાભાઈ ભાવાભાઈ મકવાણા, માતા રખુંબેન જેઠાભાઈ મકવાણા અને પુત્ર પથુભાઈ જેઠાભાઈ મકવાણા ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતા, જ્યાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવાર ઘટનાસ્થળો દોડી આવ્યો હતો. બાદમાં થરાદ રેફરલ હોસ્પિટલમાં તેમના મૃતદેહને પીએમ અર્થ ખસેડાયા હતાં. ત્યારે આ સમગ્ર ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે.