Home / Gujarat / Banaskantha : A car loaded with liquor overturned on the National Highway

બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર દારુ ભરેલી કાર પલટી, બોટલો લૂંટવા લોકોની પડાપડી

બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર દારુ ભરેલી કાર પલટી, બોટલો લૂંટવા લોકોની પડાપડી

ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલી છે, પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. ગુજરાતને રાજસ્થાનની બોર્ડર મળતી હોવાથી ત્યાથી ભરપુર માત્રામાં દારુ અહીં ઠલવાતો હોવાના અહેવાલ છે. તેવામાં આજે ગણતંત્ર પર્વના દિવસે બનાસકાંઠાના ભાભર સૂઈગામ નેશનલ હાઇવે પર દારૂ ભરેલી કાર પલટી મારી ગઈ હતી. જેના કારણે કારમાંથી દારુ અને બીયરની બોટલો નીચે પડી હતી. જ્યાં લોકો દારુની બોટલો લૂંટવા માટે પડાપડી કરી રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ સાથે જ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દારૂ લૂંટવા માટે લોકોની પડાપડી

આજે ગણતંત્રના દિવસે સવારે બનાસકાંઠા જિલ્લાના ભાભર સૂઈગામ નેશનલ હાઇવે પર દારૂ ભરેલ એક કારે પલટી મારી હતી. અને તેની સાથે કાર ચાલક આ કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે સ્થાનિકોને તેમજ રાહદારીઓને ખબર પડતાં લોકો દારૂ લેવા માટે પડાપડી કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને કાર કોની છે અને ક્યાથી આવી રહી છે તે અંગે તપાસ હાથધરી હતી.

આ પણ વાંચો : રાજસ્થાનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાની ખાલ અને નખના રેકેટનો પર્દાફાશ

દારુ ભરેલી કાર કોની છે અને ક્યાં જઈ રહી હતી તે દિશામાં તપાસ

હાલમાં પોલીસે આ દારુ ભરેલી કાર કોની છે અને ક્યા જઈ રહી હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે અચાનક પલટી મારી ગયેલી કાર સંપૂર્ણ પણે નાશ પામી હતી અને ટ્રેકટરના મારફતે કારને લઈ જવામાં આવી છે.

અનેકવાર બનાસકાંઠામાંથી ઝડપાય છે દારૂ

આ અગાઉ ગત 20 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લા LCBની ટીમને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ચિત્રાસણી નજીક બાલારામ પાસે દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડી ઝડપી પાડી હતી. આ ફોર્ચ્યુનર ગાડીમાંથી 76 પેટીઓમાં દારૂ, 2736 બીયરની બોટલોમાં મળી આવી હતી. જેમાં 3 લાખ 41 હજાર 280 દારૂ ઝડપાયો હતો. આ સાથે LCBએ ફોર્ચ્યુનર ગાડી અને પાયલોટિંગ કરતી બ્રેઝા ગાડી સહિત કુલ મળીને 20 લાખ 41 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related News

Icon