Home / Gujarat / Banaskantha : Banaskantha News: 07 accused re-construction

Banaskantha news: ભાભરમાં 07 આરોપીઓનું સરઘસ કાઢી કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન, 30 લોકોના ટોળા સામે 307નો રાયોટિંગનો નોઁધ્યો ગુનો

Banaskantha news: ભાભરમાં 07 આરોપીઓનું સરઘસ કાઢી કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન, 30 લોકોના ટોળા સામે 307નો રાયોટિંગનો નોઁધ્યો ગુનો

ગુજરાત રાજ્યમાં  ભાભરમાં બે જૂથો વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ શહેરમાં તંગદિલી સર્જી હતી. આ ઘટનાના પ્રત્યાઘાતોને પગલે ભાભર પોલીસે તાત્કાલિક પગલાં લઈ, ચાર દિવસથી શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નવ આરોપીઓમાંથી સાત આરોપીઓને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી

આ ઘટનામાં સંડોવાયેલા નવ આરોપીઓમાંથી સાત આરોપીઓને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.આજે વહેલી સવારથી, પોલીસ કાફલો હાઈવે વિસ્તારમાં ખડકી દેવાયો હતો. સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે, સાત આરોપીઓને ઘટનાસ્થળે લાવીને પોલીસે રી-કન્ડક્શન કર્યું હતું

7 આરોપીની ધરપકડ

બનાસકાંઠાના ભાભરમાં જાહેરમાં બે જૂથ વચ્ચે મારામારીના ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી હતી. સમગ્ર ઘટના મામલે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, આ કોઈ જાતિ વચ્ચેનો ઝઘડો નથી. ગાડીને સાઈડ આપવા બાબતે મારામારી થઈ હતી. આ હુમલામાં ખાડીશણ ગામના પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. પોલીસે 9 લોકો સામે નામજોગ તેમજ 30 લોકોના ટોળા સામે 307 અને રાયોટિંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી લીધી છે. 

Related News

Icon