
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે આવી જ એક દુર્ઘટના બનાસકાંઠામાં સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠા માવસરી રાજસ્થાન કસ્ટમર રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. માવસરી બાકારસ રોડ પર બે બાઈકોની સામ સામે ભયાનક ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા હતા અને એકનું મોત થયું હતું. રોડ પર લોહી લોહી જોવા મળ્યું હતું.
બે બાઈક સવાર પરિવારને અકસ્માત નડ્યો
મળતા અહેવાલ પ્રમાણે રાજસ્થાનના બે બાઈક સવાર પરિવારને આ અકસ્માત નડ્યો હતો. બન્ને બાઈકની સામ સામે ટક્કર થઈ હતી, બન્ને બાઈકોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ દુર્ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસકાફલો અકસ્માત સ્થળ પર દોડી આવ્યો હતો. તો બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ગત રોજ મહેસાણા હાઈવે પર સર્જાયો હતો અકસ્માત
ગુજરાતના મહેસાણાના મેવડ ટોલ ટેક્સ નજીકની આઇસર ટ્રકને અકસ્માત અકસ્માત થયું હતું. આઇસર ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો . કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરને મહેસાણા ફાયર સેફ્ટી ટીમ દ્વારા બહાર કઢાયો હતો. કટર થી આઇશર ટ્રકની બોડી કટ કરી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો.