બનાસકાંઠામાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળ્યો છે. બનાસકાંઠાના દાંતિવાડામાં સૌથી વધુ 6.30 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે પાલનપુરમાં 4.56 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયું હતું જેને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બનાસકાંઠામાં ભારે વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં વરસાદની વાત કરીએ તો દાંતિવાડામાં સૌથી વધુ 6.30 ઇંચ, પાલનપુરમાં 4.56 ઇંચ, ડીસામાં 3.66 ઇંચ, દાંતામાં 3.07 ઇંચ, વડગામમાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો હતો.
બનાસકાંઠાના 14 તાલુકામાંથી 6 તાલુકામાં જ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સીઝનમાં બનાસકાંઠામાં વરસાદ 177.09 ઇંચ થયો છે. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.