
ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના વાવમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા
ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવમાં વહેલી સવારે 3.35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.4 તીવ્રતા નોંધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ વાવથી 27 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.
કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવે છે કારણ કે પૃથ્વીની સપાટી નીચેની ટેક્ટોનિક પ્લેટ્સ (ભૂખંડો) ખસે છે, ટકરાય છે અથવા એકબીજા પર દબાણ કરે છે. આ પ્લેટ્સ પૃથ્વીના આંતરિક ભાગમાં ગરમી અને દબાણને કારણે ધીમે-ધીમે ખસતી રહે છે. જ્યારે આ ખસવાનું દબાણ એકઠું થઈને અચાનક મુક્ત થાય છે, ત્યારે પૃથ્વીની સપાટી પર ઊર્જા મુક્ત થાય છે, જેને આપણે ભૂકંપ તરીકે અનુભવીએ છીએ.