Home / Gujarat / Banaskantha : elder who went missing at Mahakumbh reunited with family

મહાકુંભમાં ભાગદોડ વખતે ગુમ થયેલા બનાસકાંઠાના વડીલનો 24 કલાકે પરિવાર સાથે મેળાપ

મહાકુંભમાં ભાગદોડ વખતે ગુમ થયેલા બનાસકાંઠાના વડીલનો 24 કલાકે પરિવાર સાથે મેળાપ

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાનના દિવસે સર્જાયેલી નાસભાગની ઘટનામાં 30 જેટલાં લોકોના મોત નિપજ્યા છે. આ નાસભાગ દરમિયાન અનેક પરિવારો એકબીજાથી વિખૂટા પડી ગયા હતા. જેમાં અનેક લોકો ગુમ થઈ ગયા હતા. આ ગુમ થયેલાં પરિવારમાંથી એક બનાસકાંઠાના વ્યક્તિ પણ હતાં, જેના માટે ધારાસભ્ય માવજીભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પરિવારથી વિખૂટા પડ્યાં

કુંભમેળામાં સ્નાન કરવા ગયેલાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વતની 50 વર્ષીય બાળકાભાઈ રબારી તેમના પરિવાર સાથે સ્નાન કરવા ગયા હતા. પરંતુ, 29 જાન્યુઆરીએ નાસભાગ દરમિયાન પરિવારથી વિખૂટા પડી ગયા હતા. પરિવાર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, કોઈ જાણકારી ન મળતાં ઉત્તર પ્રદેશ પ્રશાસનને તેમનો ફોટો અને નામ સહિતની તમામ વિગત આપી હતી. જોકે, કોઈ જાણકારી ન મળતાં ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી તેમને શોધવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : મહાકુંભમાં ફરી લાગી આગ, કેટલાક પંડાલ સળગ્યા; ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

24 કલાક બાદ પરિવાર સાથે થયો મેળાપ

મળતી માહિતી મુજબ, 24 કલાક બાદ બાળકાભાઈ રબારી મળી ગયાં છે. ગુરૂવારે (30 જાન્યુઆરી) તેઓનો પરિવાર સાથે મેળાપ પણ થઈ ગયો છે.

મહાકુંભમાં નાસભાગમાં વિખૂટા પડેલા બનાસકાંઠાના બાપાનો પરિવાર સાથે મેળાપ થતા હાશકારો 2 - image

શું હતી સમગ્ર ઘટના?

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં સંગમ સ્થળે મૌની અમાસના પવિત્ર શાહી સ્નાન માટે એક સાથે કરોડો લોકો વચ્ચે પડાપડી થઈ હતી, જેને કારણે ધક્કામુક્કી થતા 30 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. નાસભાગને કારણે અનેક લોકો પોતાના સ્વજનોથી વિખૂટા પડી ગયા હતા. ઘટના સ્થળે ચારેય બાજુ અફરા તફરીનો માહોલ હતો.

Related News

Icon