Home / Gujarat / Banaskantha : Fire in firecracker factory in Deesa; workers killed

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ; 21 શ્રમિકોના મોત, મૃતદેહો ઓળખવા મુશ્કેલ

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ; 21 શ્રમિકોના મોત, મૃતદેહો ઓળખવા મુશ્કેલ

બનાસકાંઠાના ડીસા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. અત્યાર સુધી 21 શ્રમિકોના મોત થઈ ચુક્યા છે. મોતનો આંકડો હજુ વધી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધી આગમાં પાંચ શ્રમિકોના મોત નિપજ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર, ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બાદમાં ગણતરીના સમયમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. વિસ્ફોટના કારણે ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું હતું. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

આગના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. દુર્ઘટના દરમિયાન ફેક્ટરીમાં અનેક શ્રમિકો હાજર હતાં, જેમાંથી અનેક ઈજાગ્રસ્ત થયા છે, જેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 




Related News

Icon