
બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા રાજ્યનું સૌથી મોટું ખનીજ ચોરીનું નેટવર્ક પકડી પાડવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી સામે કાર્યવાહી કરતા પ્રથમ વખત કુલ 125 વાહનો પકડીને નોધપાત્ર કામગીરી કરી છે. આ વર્ષે ખનીજ ચોરી કરતા તત્વો સામે દંડાત્મક કાર્યવાહી કરતા રૂ. 105.26 કરોડની આવક નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં આજ સુધીની સૌથી વધુ આવક હોવાનું કહેવાય રહ્યું છે જેના કારણે મહેસૂલી આવકમાં વિક્રમજનક ઉછાળો થયો છે.