Banaskantha News: ગુજરાતભરમાં મેઘરાજાએ કહેર વરસાવી છે ત્યારે બનાસકાંઠામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના એક મંદિરમાં વીજળી પડી હોવાની માહિતી મળી રહી છે. પાલનુપરના રતનપુરમાં મંદિરમાં રહેલ શિવલિંગ પર કડકા સાથે વીજળી પડી હતી અને મંદિરમાં રહેલ શિવલિંગ વીજળી પડવાથી ખંડિત થયું હતું.
બાજુની શાળામાં 150થી વધુ બાળકો અભ્યાસ કરે છે - પુજારી
શિવલિંગ આજુબાજુના જળાધારમાં પણ નુકસાન પહોંચ્યું છે. પુજારી બહાર હતા વીજળીનો કડાકાનો અવાજ સાંભળ્યો અને અંદર આવતા ઘટનાની જાણ થઈ હતી. પુજારીએ કહ્યું બાજુમાં શાળા આવેલી છે જ્યાં 150થી વધુ બાળકો અભ્યાસ કરે છે પણ ભગવાન શંકરે લાજ રાખી અને વીજળી આ શિવલિંગમાં સમાવી લીધી.