
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ભારતે પાકિસ્તાન સાથે જોડાયેલી તમામ સરહદો પર સુરક્ષા વધારી દીધી છે.બનાસકાંઠામાં પાકિસ્તાનની સરહદથી ઘૂસણખોરીનો પ્રયાસ કરતા એક શખ્સને BSFએ ઠાર માર્યો છે.
https://twitter.com/ANI/status/1926165565497881077
BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો
બનાસકાંઠા સરહદથી ઘૂસણખોરીના પ્રયાસમાં એક શખ્સને ઠાર મારવામાં આવ્યો છે. શંકાસ્પદ વ્યક્તિ પાકિસ્તાન તરફથી ભારતની હદમાં ઘુસવાનો પ્રયાસ કરતો હતો. BSFએ શખ્સને ઠાર મારી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર પાકિસ્તાન તરફથી શખ્સ ગઇકાલે મોડી રાત્રે ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતો હતો. આ દરમિયાન BSFએ તેને ચેતવ્યો હતો. તેમ છતા પણ શખ્સ ગેરકાયદેસર રીતે ભારતની સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરતો હતો. આ દરમિયાન BSFએ તેને ઠાર માર્યો હતો.આ શખ્સ કોણ હતો અને ક્યાથી આવ્યો હતો તેને લઇને BSF અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.