
ગુજરાતના DGના આદેશ બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓની પોલીસ હાલ ફૂલ એક્શન મોડમાં આવી છે. લુખાતત્વો અને અસામાજીક તત્વોની લિસ્ટ તૈયાર કરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પોલીસે 399 અસામાજીક તત્વોની યાદી જાહેર કરી છે.
આરોપીઓના ઘરના પાણી અને વીજ કનેકશન કાપી નાખ્યા
પોલીસ કાફલા સાથે સ્થાનિક વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. અસમાજીક તત્વોના પાણીના કનેક્શન સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવ્યા હતા. તો બીજી તરફ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે આરોપીઓએ ઘરોમાં ગેરકાયદેસર વીજ કનેકશન લગાવેલું હતું, તે તમામ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર મોડી રાત સુધી આ ડ્રાઈવ ચલાવાવમાં આવી હતી.