બનાસકાંઠાના યુવકને સોશિયલ મીડિયામાં હથિયાર સાથે રિલ્સ બનાવવી ભારે પડી. સોશિયલ મીડિયામાં રિલ વાઈરલ થયા બાદ જિલ્લા SOG પોલીસ એક્શનમાં આવી હતી. SOG પોલીસ દ્વારા હથિયાર સાથે રિલ બનાવનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા યુવકને કાં પકડાવી માફી મંગાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી સોશિયલ મીડિયામાં લોકોએ પોલીસ તત્રને અભિનંદન પાઠવ્યા હતા.