
ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં બી.ઝેડ ગ્રુપની તમામ ઓફિસો પર સીઆઈડી ક્રાઈમના દરોડા પડ્યા છે. BZ ગ્રુપની ઓફિસો પર દરોડા પડતાં રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. ફિક્સ ડિપોઝિટ ડબલ કરવાની લાલચમાં રોકાણકારો ફસાયા હોવાના આક્ષેપો થયા છે.
બીઝેડ ગ્રુપના CA રુષિત મહેતાના ઘરે CID તપાસ કરવામાં આવી
જોકે, આ મામલે CIDએ તપાસ આરંભી છે. બીઝેડ ગ્રુપના CA રુષિત મહેતાના ઘરે CID તપાસ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે હિંમતનગરના મહાવીરનગરમાં ઓફિસ અને ઘરે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: એન્જિનિયરને માર મારવાનો મામાલો: તત્કાલિન DSP સહિત પાંચ પોલીસ કર્મી સામે ગુનો નોંધવા વડોદરા કોર્ટનો આદેશ
મહિનાના 3 ટકાથી લઈને વર્ષે 33 ટકા કરતાં વધુ વળતર આપવાની લાલચ
સીઆઈડી ક્રાઈમના જણાવ્યા મુજબ BZ ફાયનાન્સિયલ સર્વિસ અનઅધિકૃત સંસ્થા છે. આ ગ્રુપના સંચાલકો મહિનાના 3 ટકાથી લઈને વર્ષે 33 ટકા કરતાં વધુ વળતર આપવાની લાલચ આપતા હતા. કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા તે હાલ સામે નથી આવ્યું, પરંતુ તપાસ દરમ્યાન હાલ 175 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.