Home / Gujarat / Banaskantha : There is a stir to hold elections for 774 gram panchayats in Banaskantha.

બનાસકાંઠા જિલ્લા વિભાજન વિવાદ વચ્ચે 774 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા તંત્રે કરી તૈયારી

બનાસકાંઠા જિલ્લા વિભાજન  વિવાદ વચ્ચે 774 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા તંત્રે કરી તૈયારી

Gram Panchayat Election: બનાસકાંઠા જિલ્લાની 972 પૈકી 390 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર શાસન છે. જિલ્લાના કુલ 774 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવા માટે તંત્રએ તૈયારી હાથ ધરી છે. મતદાન મથકો બાબતે પરિપત્ર કરીને તંત્રએ કેટલાક સૂચનો આપ્યા હતા. મતદાન મથકોની ભૌતિક ચકાસણી સહિતનો સમાવેશ થયો છે. જયારે 390 ગ્રામ પંચાયતોમાં વહિટવટદાર શાસન હોવાથી વિકાસના કામો અટકી પડયા છે. ગ્રામજનોને પંચાયતની કચેરીએ ધક્કા ખાવાની નોબત આવી છે. જેથી વહેલી તકે ચૂંટણી યોજાય તેવી માગણી કરવામાં આવી રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ વાવ થરાદ જિલ્લાનું વિભાજન થયું છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં 14 જેટલા તાલુકાઓ હતા. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો સૌથી મોટા જિલ્લોઓની યાદીમાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 38 લાખથી પણ વધારે લોકો રહેેૈ છે. 

જોકે શહેરોને બાદ કરતાં મોટાભાગના લોકો ગામડાઓમાં રહે છે. હવે માટે જ આ જિલ્લામાં 972 જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે જે ગામડામાં રહેતા લોકોના સુખાકારી સુવિધાઓ અને પ્રશ્નોને હલ કરે છે. તો વળી ગ્રામ પંચાયતોના વહીવટને સુનિચિત કરવા સ્થાનિક સ્વરાજની ચૂંટાયેલી બોડી કાર્ય કરતી હોય છે પરંતુ ઘણા લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાની 390થી પણ વધુ ગ્રામ ગ્રામ પંચાયતોમાં પંચાયત બોડીની ટર્મ પુરી થઇ ગઇ હોવાથી આવી તમામ ગ્રામ પંચાયતોમાં રાજ્ય સરકાર દ્વાર નિયુક્ત કરાયેલા અધિકારીઓ વહિવટદાર તરીકે ચાર્જ સંભાળે છે. 
 
જોકે વહિવટદારના શાસનથી પંચાયત અમલમાં નહીં હોવાથી સરકાર તરફથી ગ્રામ પંચાયતોને મળતી ગ્રાન્ટ અને તેને લીધે થતા અનેક વિકાસકામો ખોરંભે ચડ્યા છે. આ સમસ્યા જિલ્લાભરમની લીધે ચૂંટાયેલા નેતાઓ વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. જેને જોતા હવે રાજ્ય સરકારે આગામી જૂન મહિનાની આસપાસ તમામ ખાડી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી તેમજ પેટા ચૂંટણી યોજવા માટેની પ્રક્રિયા હાથ ધરાય તેવા અણસાર સાંપડ્યા છે.

Related News

Icon