Home / Gujarat / Banaskantha : Two more children died in the last 24 hours

ચાંદીપુરા વાયરસ: છેલ્લા 24 કલાકમાં વધુ બે બાળકોના મોત, પોઝિટિવ કેસનો આંક 56ને પર પહોંચ્યો

ચાંદીપુરા વાયરસ: છેલ્લા 24 કલાકમાં વધુ બે બાળકોના મોત, પોઝિટિવ કેસનો આંક 56ને પર પહોંચ્યો

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક વધીને હવે 61 થઈ ગયો છે. અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરાથી જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે, ગુરૂવારે (પહેલી ઓગસ્ટ) સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરાના કારણે મૃત્યુ થયું હતું. આ બાળકની રાજકોટની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેનો બે દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના પોયડા ગામના એક વર્ષના બાળકનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.   ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર તાલુકાને ઝપેટમાં લીધા પછી હવે ચાંદીપુરા વાયરસ અન્ય તાલુકાઓમાં પ્રસરી રહ્યો છે.પ્રાતિંજ તાલુકામાં બે મોત સાથે જિલ્લામાં કુલ મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે.

જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના 56 પોઝિટિવ કેસ છે. જેમાં સાબરકાંઠામાં 6, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, કચ્છમાં 3, ગાંધીનગર, મહીસાગર, સુરત 2, ખેડામાં 5, મહેસાણામાં 5, પંચમહાલમાં 7, જામનગર, મોરબી, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, પોરબંદર, પાટણમાં 1 કેસ નોંધાયો છે.

Related News

Icon