Home / Gujarat / Banaskantha : VIDEO: Heavy rains in Banaskantha cause waterlogging

VIDEO: બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ,વડગામમાં સૌથી વધુ 10 ઇંચ, પાલનપુરમાં 7 ઇંચ વરસાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. મળતા અહેવાલ પ્રમાણે વડગામમાં 10 ઈંચથી વધુ, પાલનપુરમાં 7 ઈંચ અને દાંતીવાડામાં 6.02 ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે.  વડગામ અને પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે બનાસકાંઠાની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બનાસકાંઠામાં સવારે 8 વાગ્યા સુધીમાં વરસાદ

વડગામ -- 10 ઈંચ

દાંતીવાડા -- 7 ઈંચ

પાલનપુર -- 7 ઈંચ

ધાનેરા -- 5 ઈંચ

ડીસા -- 3 ઈંચ

અન્ય વિસ્તારોમાં વરસાદ

દાંતા -- 10

થરાદ -- 9

કાંકરેજ -- 7

દિયોદર -- 6

લાખણી -- 6

ભાભર -- 4

સુઈગામ -- 4

અમીરગઢ -- 3

વાવ -- 3

પાલનપુરમાં ઢીંચણસમા પાણી ભરાયા

પાલનપુરના મફતપુરા અને ઢુંઢિયાવાડી વિસ્તારોમાં ઢીંચણ સુધી પાણી ભરાતાં રસ્તાઓ નદીની જેમ વહેતા થયા, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ધાનેરાની સરકારી કચેરીઓ બહાર પણ પાણી ભરાયા. ભારે વરસાદે ટ્રાફિક અને રોજિંદા જીવનને અસર કરી છે. વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

 

Related News

Icon