Home / Gujarat / Bharuch : A dumper crushed a girl in Devla village of Jambusar taluka,

Bharuch news: જંબુસર તાલુકાના દેવલા ગામે ડમ્પરે બાળકી કચડી નાખી, અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર

Bharuch news: જંબુસર તાલુકાના દેવલા ગામે ડમ્પરે બાળકી કચડી નાખી, અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર

ગુજરાતના ભરૂચમાં દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામે એક અકસ્માતની ઘટના સામે આવી છે. અગર વિસ્તારમાં ફરતા એક ડમ્પરની અડફેટે ચાર વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 ડમ્પર ચાલકની શોધખોળ શરૂ 

ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી. આ ઘટનાથી બાળકીના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. જંબુસર પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે.  

Related News

Icon