
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથું આવી જતા ગંભીર ઈજાના પગલે કામદારનું કરુણ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે .
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં કામદાર 26 વર્ષીય પ્રકાશ વર્મા કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેનું માથું મશીનરીમાં આવી ગયું હતું આથી તેને ગંભીર ઈજા પહોંચી હતી.આ દ્રશ્યો અન્ય કામદારોએ જોતા તેઓ ભેગા થઈ ગયા હતા અને કંપનીના સત્તાધીશોને જાણ કરી હતી.
કંપનીના સત્તાધીશો દ્વારા કામદાર પ્રકાશ વર્માને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.જોકે સારવાર દરમિયાન કામદારનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.