ભરુચ જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરિત હોવાથી જંબુસર આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેથી આજે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા એ બ્રિજની વિઝીટ કરી ચકાસણી કરી ભારે વાહનો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જંબુસર અને ભરૂચ જતી એસટી બસનો રૂટ પણ વૈકલ્પિક રસ્તા ની વ્યવસ્થા કરવામાં આવશે એસ ટી બસ સહિત તમામ ભારદાર વાહનો ઢાઢર બ્રિજ ઉપર બંધ કરવામાં આવ્યા છે. ક્લેક્ટરે વિઝીટ કર્યા બાદ ભારદાર વાહનોને આ બ્રિજ પરથી બંધ કરવા નો નિર્ણય લેવામાં આવશે. હાલ બ્રિજની ક્ષમતા શું છે અને કયા પ્રકારની તેની હાલત છે તે વિશે લાગતા વળગતા અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી ભારે વાહનો ને આ બ્રિજ ઉપરથી અવર જવર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.