Home / Gujarat / Bharuch : DGVCL's Jaghdiya office used for drinking

DGVCLની ઝઘડિયા કચેરીનો દારૂ પીવા ઉપયોગ, બે કર્મચારીઓની મહેફિલનો VIDEO આવ્યો સામે

ભરુચના ઝઘડિયા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બે કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફીલ માણતાનો વીડિયો સામે આવ્યો છે. ઝઘડિયા કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટ (ક્લાર્ક) સુભાષ ડામોર અને મીટર રીડર પ્રવીણ કટારા કચેરીમાં જ મહેફિલ માણતા હતા. રવિવારની રજા દિવસે તેમની ફરજ પર નહીં હોવા છતાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડરે દારૂ પીવા માટે કચેરીનો ઉપયોગ કર્યો હતો. ઝઘડિયાના એડવોકેટે વીજ પ્રવાહ ખોટોકાયો હોય ૩૦ થી વધુ હેલ્પ લાઈન નંબર પર કોલ કર્યા હતા પરંતુ કોઈએ રિસીવ ન કર્યો. હેલ્પલાઇન નંબરનો કોલ રિસીવ નહીં થતા એડવોકેટ જાતે ઝઘડિયા ની વીજ કચેરી પર પહોંચ્યા હતા. વીજ કચેરીમાં લાઈન નો સ્ટાફ ફિલ્ડમાં હોય ત્યાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડર દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા હતા. રંગે હાથે દારૂની મહેફિલ માણતા હોવા બાદ પણ વિજ કંપનીના કર્મચારીઓનુ એડવોકેટ ગ્રાહક સાથે તુમાખી ભર્યું વર્તન કર્યું હતું. એડવોકેટેડ તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon