ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલી માઈના લીમડા પાસે પાણીની ઓવર હેડ ટાંકી બની જર્જરીત અવસ્થામાં છે. પાણીની ટાંકીમાંથી પોપડા પડી રહ્યાં છે. જો કે એક પોપડો પડ્યો તેમાં વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો હતો. વિદ્યાર્થીએ શાળાના શિક્ષકોને જઈને જણાવ્યું હતું. આ વિસ્તારમાં ચાર પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં અંદાજિત 300 ઉપર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાશે. વાલીઓ દ્વારા આજરોજ આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જંબુસર નગરપાલિકા તંત્ર અને ગંભીરતાથી લઈને વહેલીતા ક્યાં ટાંકી ઉતારે તેવી માંગ કરાઈ છે. ટાંકી જર્જરીત હોય નગરપાલિકાએ તેને ઉતારવા માટે નો કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેવા અહેવાલ પણ મળ્યા છે પરંતુ આજ દિન સુધી ટાંકી નહીં ઉતારતા વિદ્યાર્થીઓ તથા વાલીઓના જીવ તાડવે ચોંટ્યા છે.