ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉમરા ગામે વીજ પુરવઠાની સમસ્યા વારંવાર સર્જાય છે. જેને લઈ ઉમરા ગામના રહીશો તેમજ ખેડૂતો દ્વારા ડીજીવીસીએલ જંબુસર ગ્રામ્ય ઓફિસ ખાતે ધામા નાખ્યા હતાં. કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતામાં હોય કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી છે. તેમાં એક ખેતીના કનેક્શનમાં વીજ પુરવઠો નહીં પહોંચતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી જંબુસર તાલુકાના ઉમરા ગામે વીજ પુરવઠા ના ધાંધલા ને લઇ ઉમરા ગામના રહીશો દ્વારા ડીજીવીસીએલ ઓફિસ જંબુસર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતાં. ગ્રામજનોએ જણાવ્યું હતું કે બાર વખત લેખિત તથા મૌખિક રજૂઆત કર્યા હોવા છતાંય આજ દિન સુધી સમસ્યાનો હલ આવ્યો નથી તથા dgvcl ના અધિકારીઓ અમારી વાતને ગણકારતા નથી.