ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત થયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ છે. જેને લઈ સમગ્ર ભરૂચ જિલ્લામાં અધિકારીઓ તથા કર્મચારીઓમાં ફફડાટની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં એસ.આઇ.ટી ની રચના કરાઈ છે. એસ આઈ ટી દ્વારા મનરેગા યોજના અંતર્ગત ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે તપાસ તથા નિવેદનો લેવાની કામગીરી હાથ ધરી છે. એસ આઈ ટીની ટીમ આજે જંબુસર તાલુકા પંચાયત ખાતે આવી પહોંચી હતી. જંબુસર તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ પર તાળું હોવાથી અન્ય કર્મચારીને મળી પરત ગઈ હતી. એસઆઇટીની ટીમની તપાસોને લઈ અધિકારીઓ તથા કર્મચારીઓમાં ફફડાટની સ્થિતિ સર્જાઈ છે.