અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતો ૨૫ વર્ષનો યુવક સવાર હતો. દુર્ઘટના માટેનું મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સાહિલ બે વર્ષના વર્ક વિઝા પર સૌપ્રથમવાર લંડન જતો હતો. સાહિલ સલીમ પટેલ ઉર્ફે ગડુ સારોદ ગામના વતની હતો. તેઓના પિતા સલીમ ગડુ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલના ઉપપ્રમુખ છે. સાહિલ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં સીટ નંબર ૩૮h પર સવાર હતો. સૌપ્રથમવાર લંડન નોકરી માટે જતો હતો. આ સમગ્ર દુર્ઘટનાને લઈ તેઓના પરિવારજનોએ શોકમાં છવાયું છે. તેઓના બહેન તથા તેઓના પરિવારજનોએ air indiaની ઘોર બેદરકારીના આક્ષેપ કર્યા છે. એર ઇન્ડિયા દિલ્હીથી આવ્યું છે. તે સમયે એસી અને ટેકનિકલ ખામી હોવાનું દિલ્હીના પેસેન્જર દ્વારા તેઓને જાણવા મળે છે. જો એર ઇન્ડિયા દ્વારા આ ફ્લાઈટનું બરાબર ચેકિંગ કર્યું હોત તો મારો પુત્ર હાલ જીવતો હોત તેવું જણાવ્યું હતું.