ભરૂચના સાંસદ મનસુખ વસાવા દિશા મિટિંગમાં ગુસ્સે ભરાયા હતાં. મિટિંગમાં ઉપસ્થિત ન રહેનાર અધિકારીઓ હાજર કેમ રહ્યાં નહી. તેનો જવાબ માંગવા પત્ર લખશે. નેશનલ હાઈવે, SOU, રેલ્વેના કેટલાક અધિકારીઓ દિશા મોનિટરિંગ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા. સાંસદે સ્વીકાર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા હાલ ખરાબ છે. હાઇવેના રસ્તા ખરાબ હોવાનું કારણ ઓવરલોડ વાહનો છે. નેશનલ હાઇવે ના અધિકારીઓ ઉપસ્થિત નથી રહેતા જેની જાણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ને પણ તેઓ રૂબરૂ કરશે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવતા રસ્તાઓ પર ઠેર ઠેર હાલમાં ખાડા પડી ગયા છે.