ભરૂચના શુક્લતીર્થ ખાતે નર્મદા નદીમાં ત્રણ વ્યકિતઓના ડૂબી જવાના ગોઝારા બનાવ બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ માટે ગેરકાયદેસર ચાલતા રેતી ખનનને જવાબદાર ઠેહરાવ્યું છે.વારંવાર આવી ઘટનાઓ બનવાને કારણે તેમને મુખ્યમંત્રીને પત્ર લખીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

