Home / Gujarat / Bharuch : Retired employee digitally arrested in Bharuch, fraudsters defraud him of Rs 30 lakh

ભરુચમાં નિવૃત કર્મચારીને ડિજિટલ અરેસ્ટ કરી ઠગોએ પડાવ્યા 30 લાખ

ભરુચમાં નિવૃત કર્મચારીને ડિજિટલ અરેસ્ટ કરી ઠગોએ પડાવ્યા 30 લાખ

દેશભરમાં ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. એવામાં ભરુચમાંથી એક ડિજિટલ અરેસ્ટની ઘટના સામે આવી છે જેમાં એક નિવૃત કર્મચારીને ટાર્ગેટ બનાવીને લાખો રુપિયા પડાવી લેવાની માહિતી મળી રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભરૂચમાં નિવૃત્ત કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી ભેજાબાજોએ 30 લાખ રૂપિયા પડાવ્યાની ઘટના સામે આવી છે. આ ઠગોએ લિંક એકાઉન્ટમાં રૂપિયા 6.80 કરોડનું મનીલોંન્ડરીંગ થયાની ધમકી આપી હતી. ભરુચના સિદ્ધનાથનગર સોસાયટીના રહેવાસી ભરતકુમાર કિશનાડવાલાને બે માસ પૂર્વે TRAI તરફથી હોવાનો દાવો કરતો ફોન આવ્યો હતો.

આ પણ વાંચો : દેશભરમાં બેંકના કર્મચારીઓની હડતાળ, સતત ચાર દિવસ રહેશે બેંકો બંધ; જાણો તારીખ અને કારણો

ઠગોએ પહેલા રેકોર્ડેડ મેસેજ દ્વારા અને પછી રાહુલકુમાર નામના વ્યક્તિએ TRAI અધિકારી હોવાનો દાવો કરી, તેમનું સિમ કાર્ડ બંધ થવાની ધમકી આપી. ત્યારબાદ પ્રદીપ સાવંત નામના વ્યક્તિએ મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસ અધિકારી હોવાનો દાવો કરી, રૂ. 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનો મોબાઈલ નંબર સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું.

ઠગોએ તેઓને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી અને તેમની રૂ. 30 લાખની FD તોડાવી, બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરાવી લીધી હતી. પીડિત વ્યક્તિએ પોતાના સંબંધીઓ સાથે વાત કર્યા બાદ આ છેતરપિંડીની જાણ થતાં સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી છે. ભરૂચ સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસ સાયબર ક્રાઈમના વધતા જતા ખતરા તરફ ધ્યાન દોરે છે અને લોકોને સાયબર ઠગાઈથી સાવધાન રહેવા માટેની ચેતવણી પણ  આપે છે.

 

Related News

Icon