અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે હાઈ વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ સ્પીડમાં દોડતા ટ્રકનો ભોગ મૂંગા પ્રાણીઓને બનવાનો વખત આવ્યો હતો. ગાયોના ધણ પર કાળમુખો ટ્રક ફરી વળ્યો હતો. જેથી હાઈ વે પર જ પશુઓના ભાંભરવાના અવાજ ગૂંજી ઉઠ્યાં હતાં. સેગવા-વરેડીયા ચોકડી ઉપર ગાયોનું ધણ પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવેલો ટ્રક માલધારી કંઈ સમજે તે અગાઉ જ ગાયોના ધણ ઉપર ફરી વળ્યો હતો. ફૂલ સ્પીડમાં આવેલા ટ્રકને પગલે અકસ્માતમાં ઘટના સ્થળે જ ૬ ગાયોના મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ૮ ગાયોને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે, માલધારી સહિતના વ્યક્તિઓનો બચાવ થયો હતો.ગાયોના મોતના પગલે મૃતદેહો રસ્તા પર જ પડ્યા રહ્યાં હતાં. ત્યારબાદ હાઈ વે ક્લિયર કરવા માટે જેસીબીથી ગાયોના મૃતદેહોને રસ્તા પરથી હટાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ રસ્તો ક્લિયર કરવામાં આવ્યો હતો.