રાજ્યના ભરૂચના ભઠિયારવાડમાં બે માળના મકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા સ્થાનિકોમાં અફડાતફરીનો માહોલ સર્જાયો હતો.જોકે ભારે જહેમત બાદ પાલિકા અને GNFCના ફાયર ફાયટરોએ આગને કાબુમાં લીધી હતી. સદનસિબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નહોતી. પ્રાથમિક અહેવાલ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું હતું.