Home / Gujarat / Bhavnagar : ACB nabs bribe-taking home guard in Mahua, main accused ASI absconding

Bhavnagar: મહુઆમાં લાંચિયા હોમગાર્ડને ACBએ ઝડપી પાડ્યો, જ્યારે મુખ્ય આરોપી ASI ફરાર

Bhavnagar: મહુઆમાં લાંચિયા હોમગાર્ડને ACBએ ઝડપી પાડ્યો, જ્યારે મુખ્ય આરોપી ASI ફરાર

નાગરિકની ફરિયાદને આધારે મહુવાના પોલીસ સ્ટેશનમાંથી લાંચિયો હોમગાર્ડ ઝડપાયો. 25000 રૂપિયાની લાંચ લેતા હોમગાર્ડ અને બે વચેટિયાઓને ACBએ રંગેહાથ ઝડપી પાડયા હતા. જ્યારે સમગ્ર લાંચના મામલે મુખ્ય આરોપી ASI ફરાર છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ACBએ મહુવા પોલીસ સ્ટેશનમાં સફળ ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપમાં હોમગાર્ડ ભદ્રસિંહ ભૂપતસિંહ રાઠોડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ફર્નિચરની દુકાને રૂ. ૨૫,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. જ્યારે મહુવા પોલીસ સ્ટેશનના ASI અશોકભાઈ રામભાઈ ડેર ફરાર થઈ ગયા છે. આ કેસમાં બે વચેટીયા આરીફ નિસારભાઈ જમાણી અને યોગેશભાઈ વલ્લભભાઈ ગાંધીની પણ ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ HDFCમાં લોન લીધી હતી. જેની નોટિસ આવતા ASIએ ફરિયાદીને ડરાવી લાંચની માંગણી કરી હતી.

TOPICS: ACB Mahua gstv news
Related News

Icon